વસંત ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ 2025: NCPA પર ગુજરાતી નાટ્યકલા નો ભવ્યોત્સવ
April 18, 2025 13:00:00 IST MTG editorial
મુંબઈના રંગમંચ પ્રેમીઓ માટે, વસંત ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ 2025 મુંબઇ સ્થિત એનસિપીએ (NCPA) ખાતે યોજાઈ રહ્યો છે. Bajaj Beyond ના સહયોગથી યોજાતો આ ત્રિદિવસીય મહોત્સવ 25 એપ્રિલથી 27 એપ્રિલ 2025 દરમિયાન રંગમંચના ચાર આગવી સ્થળોએ રજૂ થશે. ૩ દિવસ, ૪ મંચો અને કુલ ૮ શક્તિશાળી ઇવેન્ટ્સ સાથે, આ મહોત્સવ ગુજરાતી નાટ્યસંસ્કૃતિની ગૌરવમય યાત્રાનો ઉત્સવ છે.
એનસિપીએ પર જીવંત થશે ગુજરાતી રંગમંચ
વસંત ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ માત્ર નાટકોનો મેળો નથી - એ ગુજરાતી વારસાને સન્માન આપતી અને નવી પેઢીના અવાજોને મંચ આપતી સાંસ્કૃતિક ઉજવણી છે. Experimental Theatre, Godrej Dance Theatre, Tata Theatre અને Jamshed Bhabha Theatre Museum જેવા એનસિપીએના ખ્યાતનામ સ્થળોએ થનારા વિવિધ પ્રદર્શનોથી મુંબઇમાં ગુજરાતી રંગમંચનું સત્વ જીવંત થશે.
આ ફેસ્ટિવલમાં રજૂ થનારા નાટકો, મોનોલોગ્સ, કાવ્યપાઠ, નૃત્ય નાટિકા અને સામાજિક મુદ્દાઓ પર આધારિત રજૂઆતો નવાં વિચારો અને દૃષ્ટિકોણ લઈને આવે છે. અહીં વારસાની સાથે સાથે વર્તમાનનું પ્રતિબિંબ પણ છે.
નાટ્યકથાઓનો તહેવાર
દિવસ 1: 25 એપ્રિલ 2025
CLEAN BOLD 🕢 7:30 PM | Experimental Theatre
આધુનિક જીવનની વાસ્તવિકતાઓને હાસ્ય અને વક્તૃત્વની મીઠાશ સાથે રજૂ કરતું નાટક, જે ફેસ્ટિવલની energetic શરૂઆત માટે શ્રેષ્ઠ પથવારું બને છે.
દિવસ 2: 26 એપ્રિલ 2025
THODI KAVITA, THODU NATAK, THODA GEETO 🕔 5:00 PM | Experimental Theatre
કાવ્ય, સંગીત અને નાટ્યને એકત્રિત કરતી સુંદર રજૂઆત, જેમાં ગુજરાતી સાહિત્યના ભાવપૂર્ણ ક્ષણો જીવંત થાય છે. આ અનોખો મીલન સંવેદનાઓને સ્પર્શે છે અને દર્શકોને સાહિત્યની લાગણીઓથી પરિચિત કરાવે છે.
PATRA MITRO 🕔 7:30 PM | Experimental Theatre
પત્રોના માધ્યમથી ઉભરી આવતી પાત્રોની દુનિયા, જ્યાં લાગણીઓની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ થાય છે.
દિવસ 3: 27 એપ્રિલ 2025
FUNDAMENTALS OF WRITING 🕔11:00 AM | JBT Museum
લેખન અને વાર્તાકથનની જાદુઈ દુનિયામાં ઝંકાવતી એક પ્રેરણાદાયક વર્કશોપ – સર્જનશીલ મન માટે માર્ગદર્શનરૂપ અને મૂલ્યવાન અનુભવ.
THREE MEN 🕔 4:00 PM | Godrej Dance Theatre
પુરુષત્વ, ઓળખ અને ભાવુકતા જેવા ત્રણે વિષયો પર આધારિત આ પ્રસ્તુતિ એક નવી અને આગવી દૃષ્ટિ રજૂ કરે છે, જે દર્શકોને અંદરના સંઘર્ષ અને લાગણીઓ સાથે જોડે છે.
OHH WOMANIYA 🕔5:30 PM | Experimental Theatre
સ્ત્રીશક્તિની ઉજવણી. હાસ્ય અને હકીકત સાથે સશક્ત અભિવ્યક્તિ.
EKLAVYA 🕔 7:15 PM | Tata Theatre
આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ થયેલું એકલવ્યનું પાત્ર પરંપરાગત વારસાને નવી સમજ અને અર્થ આપે છે.
વસંત ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ના દરેક નાટકમાં નવી દૃષ્ટિ, જુસ્સો અને અનુપ્રેરણા હોય છે. અહીં પરંપરા થી પ્રયોગશીલતા સુધી દરેક રંગ જોવા મળે છે. કાવ્યપાઠ હોય કે અણુનાટકો – દરેક રજૂઆત પોતાના અંદરની વાતને મંચ પર જીવંત બનાવે છે.
રસિકો માટે છે આ કલાનો તહેવાર!
વસંત આવી રહ્યો છે…થયી જાઓ તૈયાર 🎭