Direction : Kiran Bhatt Cast : Sanat Vyas, Ttiksha Pandya, Shraddha Suthar, Dhruv Thakkar and Dilip Darbar
LOVE YOU DADDY Review
પિતા પુત્રી નો સંબંધ એ આ જગત ન એવો સંબંધ છે જે પ્રત્યેક સંબંધો ને સ્પર્શ કરતો રહેલો છે. દીકરી જન્મે, મોટી થાય, પોતાના જીવન માં આત્મવિશ્વાસ કેળવે આ બધીજ પગથી ઉપર એને જાણે, સમજે અને એની પ્રત્યેક ઈચ્છાઓ ને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે તે પિતા. LOVE YOU DADDY હૃદય સ્પર્શી કથા છે એક દીકરી અને તેના પિતાની, અને સાથે છે બંન્નેના આત્મીય મિત્રો.
LOVE YOU DADYY કથા છે અવિનાશની જે ભારતમાં પોતાની પત્ની અને દીકરી રીમઝીમ સાથે સુખેથી રહે છે. અવિનાશ પ્રાધ્યાપક છે અને તેનો બાળપણનો એક મિત્ર છે અક્ષય જે USA માં એક બહુ મોટો વ્યાપારી છે, રીમઝીમ નો પણ એક બાળપણનો મિત્ર છે જેનું નામ છે મનન, રીમઝીમ ભલે એને ડોબો કહી ને બોલાવે પણ નાદાન હોવા છતાં મનન બદ્ધિશાળી છે.
એક દિવસ ઓચિંતા જ અક્ષયનું ભારત પુનરાગમન થાય છે, અને એ પોતાના બાળપણના મિત્ર અવિનાશના ઘરે એને 20 વર્ષ પછી મળે છે, અવિનાશની પત્ની રાધિકા અને દીકરી રીમઝીમ પણ અત્યંત ખુશ છે કારણ રીમઝીમ માટે તો અક્ષય પણ એના પિતા સમાન જ છે. દિવસો આનંદ માં વીતે છે પણ અચાનક એક દિવસે રીમઝીમને એક એવા સત્યનો સામનો કરવો પડે છે જે એના મનમાં ભાવનાઓનું વમળ ઉભું કરી દે છે,સુ રીમઝીમ આ વમળમાં થી બહાર આવી શકશે? શું એ આ સત્ય સાથે સુખેથી જીવી શકશે? જે પણ થશે એક વાતની ખાતરી કે નાટકના આરંભથી અંત સુધી દર્શકો પોતાની જગ્યા છોડી નહિ શકે.
નાટકના પ્રસંગો માં કેટલાક પ્રસંગો તો એવા છે જે કે દર્શકોની આંખો ભીની થવા વગર નહિ રહે. ખાસ રીમઝીમનો અને તેના માતા-પિતાનો સંવાદ. કલાકારોએ એ દૃશ્યને એટલું બધું જીવંત અને સંવેદનશીલ બનાવ્યું છે કે દીકરી વગરના પિતા ના આંખો માં પણ આંસુ સરી પડે. આ બધું મિસ કરવા જેવું નથી. અમુક દ્રશ્યોમાં થોડી નીરસતા આવી જાય છે પણ ક્ષણમાત્રમાં જ નાટક ફરી તમને રુચિકર લાગવા માંડે છે.
કલાકારોની વાત કરીયે તો સનત વ્યાસ અક્ષય ની અદાકારી માં અદ્ભૂત છે, તેમનો અને મનન (ધ્રુવ ઠક્કર)નો સંવાદ રમુજી છે. સહુથી પ્રભાવી અદાકારી રીમઝીમની છે.
કિરણ ભટ્ટ દિગ્દર્શિત LOVE YOU DADYY દર્શકો માટે દીકરી અને પિતાના સંબંધો ને સમજાવતી, અનુભવ કરાવતી અને મજબૂત બનાવતી એક મધુર યાત્રા છે. અને આ યાત્રા પ્રત્યેક મનુષ્યની માનસિક મૂંઝવણો અને એમાંથી બહાર આવવાના રસ્તાઓ ની યાત્રા છે. અને આ યાત્રામાં સફર કરનાર ભાવનાઓં ના સ્ટોપ લેતો લેતો અંતે આનંદના જ ગંતવ્ય સ્થાને અચૂક પહોંચશે જ.