Writer : Gita Manek Direction : Manoj Shah Cast : Jay Upadhyay, Unnati Gala and Reeva Rachh
KAAGDO Review
પાંચ આકડાનું વાષિેક package હોય, સારી સોસાયટી માં મોટો flat હોય, imported car માં ફરતા હોય, weekend pub અને clubing માં કાઢતા હોય છતાં આજનું જનરેશન tention, ઊજાગરા, વ્યસન અને શારીરિક તેમજ માનસિક વ્યાધિથી પીડાતું હોય છે. ભૌતિક સુખની શોધમાં માનસિક શાંતિ ખોઈ બેસે છે, ઑફિસ target પુ્રો કરવામાં અને બેન્કોના લોનના હપ્તાઓ ભરવામાં સવારથી રાત ઢસરડો કરતો જોવા મળે છે. જયારે બીજા છે આપણા 'કાગડા' રંગમંચના નાયક જે સદાય હસતા રહે છે અને જીવનની પળેપળ તે ઓછી જરૂરિયાત વગર સંતોષથી જીવી જાણે છે.
નાટકની કથા બે લાઈનની હશે પણ તેની ફિલોસોફી અને આજના સમાજ પરનો કટાક્ષ ઘણોજ વેધક છે.
શહેરની નાની રૂમમાં આપણી કથાના આઘેડ વયના નાયક રહે છે, તેને સારૂ ભણેલી અને સારા પગારની નોકરી કરતી એક કુંવારી પુત્રી છે અને કંપની તરફથી મોટો flat રહેવા મળ્યો છે અને પુત્રીનાં કહેવા છતાં ત્યાં ન જતાં એકલા મોજથી રહે છે.
હોસ્પિટલમાં ઓપરેશન પહેલાં દરદીને કપડાં બદલી ઓપરેશન થિયેટરમાં લાવવાનું અને ઓપરેશન થયાં પછી પાછા લઈ જવાનું વગેરે કામ કરે છે, વરસોથી એકજ જગ્યાએ નોકરી કરતાં કરતાં તેની આવક બાવીસ હજાર પર પહોંચી છે પણ તેમા તે ખુબજ સંતુષ્ટ છે, પત્ની સાથેના પ્રસન્ન દાંપત્ય જીવન દરમિયાન પત્નીના અધવચ્ચે સાથ છોડી દેવા છતાં જરા પણ નસીબને કોસ્યા વિના પત્ની સાથે જેટલો પણ સમય વિતાવ્યો તે આનંદથી વિતાવ્યો તેમ સમજીને મોજથી જીંદગી વિતાવે છે. તેની પુત્રીને UKમાં નવી job મળે છે તે પિતાને સાથે આવવા સમજાવે છે પણ "તું જા હું અહિયાંજ ખુશ છું" કહીને પુત્રીને પરદેશ મોકલે છે. અહિયાં આપણા નાયક પર મુક્કદમો ચાલે છે કે આ માણસ આટલો ખુશ કેમ રહી શકે છે તેને કયારેય સંતાપ તો થતો હશે ને? તેને કોઇ વ્યસનથી કે અન્ય રીતે આનંદ મળતો હશે ને? (જોકે આ મુક્કદમો કાલ્પનિક સમજવો). નાટકમાંની જ્યુરી એટલેકે આજનો સમાજ અને વકીલ બનતી યુવા કન્યા એટલે આજના જનરેશન નું પ્રતિક જે રાતના ઊંઘ ન આવવાથી sleeping pills લેય છે થી લઇને સવારના પેટ સાફ ન આવવાની(constipation)ની ફરિયાદો કરે છે. તેની એક વાત મજાની છે કે હું સવારે સાતથી સાતને દસ વાગ્યા સુધી લાફિંગ કલ્બમાં જઈને હસું છું જયારે આપણા નાયક કહે છે કે હું હસવું આવે ત્યારે હસી લઉં છું આપણો હસવાનો કોઈ fix ટાઇમ નથી. નાટકમાં આવતી એક કાગડાની નાની વાર્તા પરથી નાટકનું નામ "કાગળો" રાખ્યુ છે જે કોઇ પણ સારા કે નરસા સંજોગોમાં હંમેશાં ખૂબ જ ખુશ રહે છે.
આજ વાત દિગ્દર્શક મનોજ શાહએ સચોટ રીતે કહી જાણી છે. નાટકમાં નથી કોઈ ગ્લેમર, નથી કોઈ ખાસ વેશભૂષા કે નથી કોઈ આકર્ષક મંચસજ્જા તો પણ જે વિષય છે, જેના વિશે કહેવું છે તે એકજ વાત સરસ રીતે focus કરી છે. નાટકના રાઈટર ગીતા માણેકનો કથાવસ્તુ નાટકનું બીજું જમાપાસુ છે. અભિનયમાં જય ઉપાધ્યાય નો અભિનય સુંદર છે, ચહેરા પર મંદ મંદ મુસ્કાન અને કયાંય પણ લાઉડ ડાયલોગ ડિલિવરી કર્યા વિના સરસ અભિનય કરેલ છે. સાથે ઉન્નતિ ગાલા નો અભિનય લાજવાબ છે.
સવા કલાકનું આ નાનું નાટક masses નહીં પણ classes માટે છે જેમાં આપણે નક્કી કરવાનું છે કે સંજોગો સાથે સમાધાન કરી અત્યંત સંતોષી થવું કે આજના competition ના યુગમાં દોડતા રહેવું.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.