Review

ISHARA ISHARA MA

ISHARA ISHARA MA Play Review


Jayesh Shah


Direction : Jay Kapadia
Writer : Prayag Dave
Cast : Jay Kapadia, Satvi choksi, Aayan, Vinayak ketkar, Ojas Rawal


 ISHARA ISHARA MA Review


એક પાત્ર જે બોલી ન શકે, સાંભળી ન શકે ને ફકત હાવભાવ અને સંકેતથી પોતાના મનની વાત વ્યક્ત કરે અને એની સાથે-સાથે સામેનું પાત્ર એના સંકેતને બોલીને આપણી સાથે સંવાદ સાધે અને તે પણ બે પાંચ મિનિટ નહીં પણ બે અઢી કલાક છતા પણ જરાક પણ કંટાળીએ નહી તેનુ ઉમદા ઊદાહરણ છે નાટક 'ઇશારા ઇશારામા'.

નાટક શરુ થતાંની થોડી વારમા ખબર પડે છે કે નાટકની અભિનેત્રી દિવ્યાંગ છે ત્યારે થાય છે કે નાટક માણવાલાયક હશે કે નહી? પણ જેમ નાટક આગળ વધે છે તેમ ખબર પડે છે કે અભિનેત્રી ના મૌનમાં પણ શબ્દો છે ને પત્ની ના ઇશારાને શબ્દોમાં ઊતારતા તેમજ પોતાના દિલની વાત કરતા પતિના શબ્દોમાં પણ ગહનતા છે. હા,અમુક જગ્યાએ ઢીલી પડતી કથા ચોટદાર સંવાદો અને ઊમદા અભિનય ને લીધે ઢંકાઇ જાય છે.

નાટકની કથા આપણે બે ભાગમા જોઈએ.

નાટકનું મુખ્ય પાત્ર સંજય પટેલ, જેને ગિટાર નો જબરો શોખ હોય છે ને તેને માટે તે કામકાજ કે લગ્નનું વિચારતો નથી. તેની મુલાકાત કોફી શોપમા કામ કરતી સરગમ સાથે થાય છે જે બોલી કે સાંભળી શકતી નથી .પરંતુ ઇશારા ઇશારામા એક બીજાના મનની વાત કહેતા-કહેતા પ્રેમ પાંગરે છે જે વિવાહ મા પરિણમે છે અને સંજય જ સરગમની વાચા બનીને એકમેક પ્રેમથી જીંદગી વિતાવે છે .

સંજયે કોર્ટમાં ડિવોર્સની અરજી કરી છે જેના પર પતિ પત્ની બંનેની સહી છે, કોર્ટ દ્વારા નિમાયેલા કાઉન્સિલર ને જયારે ખબર પડે છે કે સંજય અને સરગમ વચ્ચે કોઇ ઝઘડો નથી, તલાક પછી પણ સરગમની સાથે જ રહેવા માગે છે તો પછી તલાક કેમ?

સંજયના પાત્રમાં જય કાપડિયા મેદાન મારી જાય છે, ડાયલોગ ડીલીવરી પણ લાજવાબ છે સામી બાજુ સરગમના પાત્રમાં સંજના હિન્દપરનો અભિનય પણ બેનમૂન છે એના ભાગે તો સંવાદો પણ નહોતા છતાં ઈશારો ઈશારોમાં ઘણું કહી જાય છે, જય તેમજ સંજનાના અભિનયની જુગલબંધીમાં ચોટદાર સંવાદો સાથે હાસ્યનો દોર પણ બરાબર સંભાળનાર કાઉન્સિલરના પાત્રમાં પ્રવીણ નાયકનો અભિનય પણ ઓછો ઊતરે એમ નથી, કુશાલ શાહ અને બાળકલાકાર પ્રીત શાહ નો અભિનય સરસ છે, નાટકનું દિગ્દર્શન પણ સંભાળનાર જય કાપડિયાનુ દિગ્દર્શન આલા દરજ્જાનુ છે.

આજની યુવા પેઢીમાં જયારે લગ્નજીવન ખોખલા થતા જાય છે તયારે પ્રેમ અને લાગણીનું મહત્વ સમજાવતુ 'ઈશારા ઈશારામા' નોખી ભાત ધરાવતું અનોખુ નાટક છે.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે

   ISHARA ISHARA MA Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments




   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play