Review

EK ROOM RASODU

EK ROOM RASODU Play Review


Jayesh Shah


Direction : Umesh Shukla
Writer : Jayesh Mehta
Cast : Jayesh Barbhaya, Kamlesh Oza, Riddhi Nayak Shukla, Neha Pakai, Saunil Daru, Meera Acharya, Raivat and jay Vardhan


 EK ROOM RASODU Review


નાટક શરૂ થવા પહેલા ઓડિટોરિયમના એન્ટ્રી વિભાગમાંથી ઢોલ તેમજ અન્ય વાજિંત્રો સાથે છ સાત નાટ્ય કલાકારો ની એન્ટ્રી થાય અને સંગીતમય માહોલ વચ્ચે સૂત્રધાર કમલેશ ઓઝા નાટક ની પ્રસ્તાવના બાંધે ત્યાં જ મનમાં ખ્યાલ આવી જાય કે કંઇક નવું જોવા મળશે.

દરેક વ્યક્તિના જીવનમાં એક સપનું હોય છે. અને તેમાં જ્યારે એ મધ્યમ વર્ગનો હોય તો તે કુટુંબનું મોટાભાગનું સ્વપ્ન હોય કે તેનું એક પોતાનું ઘર હોય, નાનું તો નાનું પણ પોતાના પરિવારનું આશિયાનું હોય અને આ જ વિષય પર સત્યઘટના પર આધારિત હાસ્ય તેમજ કરૂણાસભર નાટક એટલે કે એક રૂમ રસોડું.

કથા ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની છે જેનો કમાવ મોભી ઈશ્વર સિવિલ કોન્ટ્રાક્ટરનું છૂટક કામ કરી પૈસા રળે છે તેની સાથે છે સમજુ પત્ની મંગળા, લકવાગ્રસ્ત પિતા, માતા અને નાના પુત્રનો સુખી પરિવાર. પરંતુ પતરાવાળી ચાલી ની એક જ રૂમમાં રહેતા દરેકના દુઃખનું કારણ છે તેઓની પોતીકી જગા, દરેક પરિવારજનનું આ સ્વપ્ન છે અને આ સપનું પૂરું કરવામાં ભગવાનને આજીજી, બાધા માનતાઓ, પિતૃઓને તર્પણ તેમજ કર્મનો સિદ્ધાંત બધું જ સામેલ છે જેમાં તેના મિત્ર તેને મદદ કરવા પ્રયત્ન કરે છે અને મહામહેનતે પણ ઈશ્વર ઘર માટે પૈસા જોડવા સફળ પણ થાય છે પરંતુ તેમાં પણ વિઘ્ન આવે છે હવે આ પરિવાર પોતાનું ઘર કરી શકે છે કે નહીં તે માટે તો આ નાટક જોવું જ રહ્યું.

અભિનયની વાત કરીએ તો ઈશ્વર ના પાત્રમાં જયેશ બારભાયા નો અભિનય આલા દરજ્જાનો છે જે હાસ્ય, વેદના, મસ્તી બરોબર નિભાવી જાણે છે તેની પત્ની મંગળા ના પાત્રમાં રિદ્ધિ નાયક શુક્લ નો અભિનય પણ ઉચ્ચતમ છે આદર્શ ગૃહિણી નું પાત્ર તે સુપેરે નિભાવી જાય છે આ સાથે જ સૌનિલ દરું, મીરા આચાર્ય, રૈવત અને જયવર્ધન તેમજ ગીત સંગીત સાથે તાલ મિલાવનારા સર્વે કલાકારો આનંદ કરાવી જાય છે અને above all નાટકનો સૂત્રધાર કમલેશ ઓઝા શરૂઆતથી અંત સુધી એક તાંતણે નાટકને બાંધી રાખે છે. દર્શક સાથેના સતત સંવાદ થી તે આપણી વચ્ચે હોય એમ જ લાગે છે. હિન્દી ફિલ્મ 'ઓ માય ગોડ' તેમજ મહાનાયક અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અભિનીત '102 NOT OUT' માં પોતાની કાબેલિયત પુરવાર કરનાર દિગ્દર્શક ઉમેશ શુક્લાએ કંઈ નવીન રીતે નાટક રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે કલાકારોની alertness, ચપળતા, ક્ષણભરમાં અગાઉ નો getup છોડી નવા getup માં આપણી સમક્ષ પેશ થવું પ્રસંગ પ્રમાણે સેટ ડિઝાઈનમાં ત્વરિત પરિવર્તન કરવું વગેરે માં ઉમેશ શુક્લાની કાબેલિયત દેખાઈ આવે છે, હા મંદિરનો કે જલેબી નો પ્રસંગ જે વગર કામના મનોરંજન વિહીન લાગે છે તે નિવારી શકાયા હોત.

બાકી ચિત્રક શાહ તેમજ કિરણ માલવણકર પ્રસ્તુત એક રૂમ રસોડું એક વાર માણવાલાયક મનોરંજન છે.

   EK ROOM RASODU Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments




   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play